(અહેવાલ: મયંક દેવમુરારી)
અમેરીકાથી મોરબી કરોડો રૂપિયા ટ્રાન્સફર કરીને પોતે મોરબીમાં સ્થાયી બનીને એક નામી સ્કુલનો સંચાલક બની કરે છે તાગડધિન્ના અમેરીકાના ન્યુયોર્ક પોલીસે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યાની પણ ચર્ચા
મોરબી ની એક નામી સ્કૂલ નો સંચાલક ૨૦૦૯ માં અમેરિકા માં એક સબંધી ને ત્યાં પોહચે છે, અને તેને રહેવા માટે ઘર, ફરવા માટે ગાડી, અને નોકરી અપાવે છે. તેમજ ભણવા માટે અમેરિકા રહેતો સબંધી સહી પણ કરે છે પણ આ મોરબી કન્યા રાશિ નો સ્કૂલ નો સંચાલક ની બુદ્ધિ તો મિત્ર નું જ ફુલેકું ફેરવી નાખવાની પેરવી માં હતો અમેરિકા ત્રણ વર્ષ સુધી રોકાઈ મિત્ર ની કંપની ના નામે લોન લઈ તમામ પૈસા મોરબી ભારત ટ્રાન્સફર કર્યા અને વેકેશન છે એટલે ભારત જાવ છું પછી પાછા અમેરિકા આવશું તેમ કહી ને મિત્ર ને કરોડો નું ભૂચ મારી મોરબી સ્થાયી થઈ ગયા બંટી બબલી
મોરબી શહેરમાં પ્રાઈવેટ સ્કૂલોનો રાફડો ફાટયો હોય તેમ અનેક સ્કુલો ઉંચી ફી લઈને હરીફાઈ કરતા હોય તેમ મોરબીમાં ભણતર મોંઘુ બન્યુ હોય તેવો ઘાટ સર્જાયો છે તેવામાં શહેરમાં એક નામી સ્કુલનો સંચાલક અમેરિકામાં કરોડો રૂપિયાનુ બુચ મારી સ્કુલનો સંચાલક બની કરે છે જલસા કોણ છે કઈ સ્કુલનો સંચાલક છે તે આગામી સમયમાં મોરબી ગૌરવ સમાચાર પર્દાફાશ કરે તો નવાઈ નહીં સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ આ વ્યક્તિ પરણિત હોય પત્ની સાથે અમેરીકામાં રહેતા એક હિરેન ભાઈ ના નામના તેમના સંબંધીના ત્યાં રહીને વિશ્વાસ કેળવી જે થાળીમાં ખાતો તેજ થાળીમાં થુકી વિશ્વાસઘાત કરીને કરોડો રૂપિયાનુ બુચ માર્યુ અંદાજિત પાંચ કરોડ જેવી રકમની છેતરપિંડી કરી હોય જે બંટી બબલી વિરુદ્ધ ન્યુયોર્ક પોલીસે વોરંટ ઇસ્યુ કરીને શોધે છે પરંતુ બુદ્ધીશાળી બંટી બબલી અમેરીકા છોડી ભારત વાપસી કરીને મોરબી શહેરમાં એક નામી સ્કુલનો સંચાલક બનીને જલસા કરે છે હાલ આ પતિ પત્ની મોરબીમાં રહીને એક નામી સ્કૂલનુ સંચાલન કરે છે પરંતુ મોરબી શહેર આ બંટી બબલીથી અજાણ હોય પણ અમેરિકાની ન્યુયોર્ક પોલીસ સારી રીતે જાણતી હોવાની ચર્ચા થઈ રહી છે ત્યારે મોરબી ગૌરવ સમાચારના આ ખાસ અહેવાલ બાદ મોરબીની બુદ્ધીજીવી પ્રજામાં સવાલ સાથે ચર્ચા થાય તેમાં કોઈ નવાઈ કેમ કે કૌભાંડ કરનારાના કૌભાંડ બહાર આવે એમાં શહેરની જનતા આતુરતા પૂર્વક રાહ જોઈ રહી હોય છે પરંતુ ઘણા બધા કૌભાંડો મોટા માથાની મહેરબાનીથી દબાઈ જતા હોય છે જેના કારણે દુધનું દુધ અને પાણીનુ પાણી થતું નથી અને મામલો રફેદફે કરીને ભીનું સંકેલી લેતા હોય છે જોકે અમેરિકાથી મોરબીમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરીને ત્યાંની બેંકને કરોડોનુ બુચ મારી મોરબીમાં આવીને કયો સ્કુલનો સંચાલક કઈ નામી સ્કુલનો સંચાલક પડદા પાછળ સજ્જન બનીને સંચાલન કરે છે તે મોરબીની બુદ્ધીજીવી પ્રજા માટે ચર્ચાનો અને તપાસનો વિષય બન્યો છે પરંતુ મોરબી ગૌરવ સમાચારની પડતાલ અહીં સુધી નહીં અટકે અને મુળ સુધી પહોંચીને અમેરીકામાં મિત્રનું કરોડોનું ફુલેકું ફેરવીને ન્યુયોર્ક પોલીસનો ગુનેગાર મોરબીમાં આવીને સંચાલક બનીને સંતાયો છે તે કોણ છે તેનો પર્દાફાશ થાય તો નવાઈ નહીં