અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળકના ગુણોને પાયામાંથી શીખ અપાવી આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે, તેમાનો એક સંસ્કાર એટલે “ગર્ભ સંસ્કાર” જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ. સી. ભટ્ટ ના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવેલ છે.
જે અંતર્ગત તા.૧૬/૦૪/૨૦૨૫ ના રોજ મોરબી ઘટક-૨ ના ખાખરાળા સેજાના જવાહર હનુમાનજી મંદિર(ભડિયાદ કાંટે)-નજરબાગ ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં ગર્ભ સંસ્કાર વિધીમાં ૭ સગર્ભા બહેનોએ ભાગ લીધેલ આ કાર્યક્રમમાં ગાયત્રી ચેતના કેન્દ્રના ભાવનાબેન કડીવાર દ્વારા ગર્ભ સંસ્કારથી થતા ફાયદા,સગર્ભામાતા,બાળક અને પરીવાર ને થતા ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. કરવામાં આવેલ ઘટક-૨ ના સીડીપીઓ ભાવનાબેન ચારોલા, મુખ્ય સેવિકા અંજલીબેન વિરડા,આંગણવાડીના વર્કર બહેનો તથા હેલ્પર બહેનો અને ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ અને સગર્ભા બહેનોને પોષણ અને આરોગ્ય બાબતે સુચનો આપેલ.
આ કાર્યક્રમમાં દાતાઓ દ્વારા સગર્ભા બહેનો માટે પૌષ્ટિક કીટ(સુખડી મગ અને કિવી) વિતરણ કરવામાં આવેલ.