Saturday, April 19, 2025

હરિયાણામાં રમાય રહેલી ચેમ્પિયન ટ્રોફી માં મોરબી ની ધ રોર ક્રિકેટ ક્લબ ના ખેલાડી યક્ષ-પ્રણવ એ મોરબીને પ્રથમ વિજય અપાવ્યો

હરિયાણાના પાણીપતમાં રમાઈ રહેલી ઓલ ઈન્ડિયા ચેમ્પિયન લીગ 2025 ની શરૂઆતની મેચમાં ગુજરાતનો સામનો હરિયાણા ફાઈટર સાથે થયો હતો જેમાં હરિયાણાની ટીમે પ્રથમ રમતા 25 ઓવરમાં 150 રન બનાવ્યા હતા જેનો પીછો કરતા ગુજરાતની ટીમે ચાર ઓવર બાકી રહેતા ત્રણ વિકેટે મેચ જીતી લીધી.

ટીમના મુખ્ય બેટ્સમેન યક્ષ ગોધાણીએ 71 રનની શાનદાર ઇનિંગ રમી અને તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. આ ઉપરાંત કૃષ્ણાએ ૧૪ બોલમાં ૨૭ રન અને પ્રણવ જોશીએ ૨૬ રન બનાવ્યા હતા મેચ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
હવે ગુજરાતનો બીજો લીગ મેચ આજે ચંદીગઢ સામે થશે.

મેચ શરૂ થાય તે પહેલાં, દિલ્હી પબ્લિક સ્કૂલ, પાણીપતના પ્રિન્સિપાલે ઉદ્ઘાટન પ્રસંગે હાજર તમામ ટીમોનું સ્વાગત કર્યું અને બાળકોએ સમૂહ ગીત રજૂ કર્યું

ચેમ્પિયન ટ્રોફીનું આયોજન હરિયાણા, પાણીપતમાં થઈ રહ્યું છે, જેમાં હરિયાણા, પંજાબ, ચંદીગઢ, દિલ્હી અને ગુજરાતની ટીમો ભાગ લઈ રહી છે.

Advertisement
Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW