Thursday, May 1, 2025

મોરબી મહાનગરપાલિકાના મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે આશ્રયગૃહના આશ્રીતો માટે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો.

Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના અંતર્ગત શહેરી ઘર વિહોણા લોકોના આશ્રયસ્થાન ઘટક અંતર્ગત મહારાણી નંદકુંવરબા અશ્રયગૃહ કાર્યરત છે મોરબી મહાનગરપાલિકાના સંપૂર્ણ સહયોગ હેઠળ શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત આશ્રયગૃહ ખાતે ગત તા.૧૭ એપ્રિલના રોજ સાંજે ૫ થી ૭ દરમ્યાન આશ્રિતો માટે આરોગ્ય વિભાગ તથા મહાનગરપાલિકાની UCD શાખાના સહયોગથી જનરલ આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આશ્રયગૃહના આશ્રિતોને તપાસી જરૂરી દવાઓ અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ પણ ચેક કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન અને વિભાગીય સુચના અનુસાર દર ૧૫ દિવસે આશ્રયગૃહના આશ્રિતો માટે આરોગ્ય ચકાસણી અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેછે આ કેમ્પમાં કુલ ૪૩ જેટલા આશ્રિતોએ લાભ લીધો હતો કેમ્પને સફળ બનાવવા આરોગ્ય વિભાગની ટીમ અને સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા કેમ્પને સફળ બનાવ્યો હતો.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW