Wednesday, April 30, 2025

ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદી સામે એક પણ અપીલ નહીં

Advertisement
Advertisement

મતદાર નોંધણી પ્રક્રિયાની પારદર્શિતા અને મતદાર યાદીની ક્ષતિરહિતતા સત્ય છે

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સામે અપીલ બાબતે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ ગુજરાતમાં ગત તા.6 જાન્યુઆરી, 2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદી સામે રાજ્યમાંથી એક પણ અપીલ પ્રાપ્ત થઈ નથી. આ રિપોર્ટ પરથી સ્વયંસ્પષ્ટ છે કે, મતદાર નોંધણી પ્રક્રિયાની પારદર્શિતા તથા શુદ્ધતા તે સત્ય છે.

ભારતમાં લોકશાહી એ માત્ર વિશ્વની સૌથી મોટી લોકશાહી વ્યવસ્થા જ નહીં પણ પારદર્શિતાનું પણ શ્રેષ્ઠ ઉદાહરણ છે. સતત થતા રહેતાં વસતી વિષયક ફેરફારોને અનુરૂપ થઈ ચૂંટણી વ્યવસ્થાની સૌથી પાયાની બાબત એવી મતદાર યાદી અદ્યતન અને ક્ષતિરહિત બને તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સમયાંતરે મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં બુથ લેવલ ઑફિસર્સ અને મતદાર નોંધણી અધિકારીશ્રીઓ દ્વારા પૂરતી તપાસ બાદ લોકપ્રતિનિધિત્વ ધારો-1951 ની કલમ 22 અને કલમ 23 મુજબ મતદાર યાદીમાં નામ ઉમેરવા તથા કમી કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવે છે.

મતદાર નોંધણી પ્રક્રિયામાં રાજકીય પક્ષોની સહભાગીતા સુનિશ્ચિત થાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા રાજ્યમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી આ પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ તેમને બૂથ લેવલ એજન્ટ્સની નિમણૂક કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. રાજ્યના તમામ બુથ પર રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત 41,488 બુથ લેવલ એજન્ટ્સ દ્વારા મતદાર યાદીમાં થતા સુધારા અને ફેરફાર માટે સહયોગ આપવામાં આવે છે. મતદાર યાદીમાં કરવામાં આવતા ફેરફારો સામે જરૂર જણાય તેવા કિસ્સાઓમાં લોકપ્રતિનિધિત્વ ધારો-1951 ની કલમ 24 મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પ્રથમ અપીલ કરી શકે છે. ત્યારબાદ પણ જો જરૂરી જણાય તો મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી સમક્ષ બીજી અપીલ પણ કરી શકે છે.

તાજેતરમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ગત તા.6 જાન્યુઆરી, 2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ પૂર્વે તેમાં કરવામાં આવેલા નામ ઉમેરવા અને નામ કમી કરવા સહિતના અનેક સુધારાઓ સામે એક પણ અપીલ કરવામાં આવી નથી. ભારતના ચૂંટણી પંચ, સર્વોચ્ચ અદાલત અને બંધારણ દ્વારા સ્થાપિત નિયમો અને માર્ગદર્શિકાઓના સુચારૂ પાલન સાથે રાજ્યના ચૂંટણી તંત્રના ફૂટ સૉલ્જર્સ ગણાતા બુથ લેવલ ઑફિસર્સથી લઈ મુખ્ય નિર્વાચન અધિકારી સુધીના સમગ્ર તંત્ર દ્વારા કાર્યદક્ષતા સાથે બજાવવામાં આવતી ફરજની આ ફલશ્રુતિ છે.

*ફૅક્ટ ફાઈલ*
વિગત: ભારત – ગુજરાત
કુલ મતદારો: 99.22 કરોડ – 05.03 કરોડ
બુથ લેવલ ઑફિસર્સ: 10,49,236 – 50,787
બુથ લેવલ એજન્ટ્સ: 13,87,359 – 41,488
પ્રથમ અપીલ: 89 – 0
બીજી અપીલ: 1 – 0

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW