ગત રોજ તા :- 25/04/2025 ને શુક્રવાર ના રોજ કોલ એસોસીએસન મોરબી ની મિટિંગ મળેલ. જેમા ઉદ્યોગો ને પડતી સમસ્યાઓ અને આગામી આવનારા પડકારો ને ધ્યાનમા લઈને વિવિધ મુદ્દાઓ સાથેની ચર્ચા કરવામા આવી જેવી કે વધુ પડતી ઉધારી તથા પૈસા ખોટા થવાનુ પ્રમાણ હાલમા વધી ગયેલ હોવાથી કોલ ઉદ્યોગ ટકી રહે તે માટે સર્વાનુમતે નિર્ણયો લેવામા આવ્યા.
જેવા કે લાંબા સમયથી ચાલતી આવતી ઉધારી ના પૈસા નો આપતા હોઈ એવી ઇન્ડસ્ટ્રીઝ મા કોઈ પણ કોલ સપ્લાયર્સ માલ નાખશે નહિ જ્યાં સુધી ફસાયેલા નાણાં પરત નહિ આપે ત્યાં સુધી કોઈ પણ કોલ સપ્લાય નહિ કરે અને જે લોકો કોલ ઇન્ડસ્ટ્રીઝ ના નાણા પરત અપાતા નથી તેવા ટ્રેડર્સ તથા ઉદ્યોગકારો ના નામ ફ્રોડ લિસ્ટ માં મુકવા માં આવશે.
આ સિવાય કોલ ઇન્ડસ્ટ્રીઝ ટકી રહે તે માટેના અનેક નિર્ણયો પણ લેવામા આવ્યા. આ નિર્ણય કોલ એસોસીએસન ના તમામ સદસ્યો એ સર્વાનુમતે લીધેલ છે જેની નોંધ તમામ ઉદ્યોગકારો અને ટ્રેડર્સઓ એ લેવી. તેમ કોલ એસોસિએશન ના પ્રમુખ જીગ્નેશ ભાઈ કૈલા ની યાદી માં જાણવામાં આવ્યું છે