મોરબીના મહેન્દ્રનગર પાસેથી ગુમ થયેલ બાળકને માતાપિતા સાથે મિલન કરાવતી સીટી બી ડિવીઝન પોલીસની “SHE TEAM”

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા ના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં “SHE TEAM” કાર્યરત હોય જે અન્વયે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન આજરોજ તા.૨૭/૦૪/૨૦૨૫ ના આશરે સવારના અગિયાર વાગ્યે ની આસપાસ નવુ મહેન્દ્રનગર પાસેથી આશરે ઉ.વ.૫ નુ વાલીવારસ વગરનું બાળકી મળી આવતા જેથી તેને સાથે રાખી તુરંત સ્થળ ઉપર બાળકીના વાલીવારસ શોધવા પ્રયત્નો કરેલ પરંતુ વાલીવારસ મળી આવેલ નહિ જેથી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવેલ અને મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ની સી ટીમે બાળકીનો કબ્જો સંભાળી અને તેના વાલી વારસ શોધવા માટે કવાયત શરૂ કરતા સી ટીમના સ્ટાફે હિન્દીમાં બોલતા બાળકીને કાલીધેલી ભાષા આધારે સમજવાનો પ્રયત્ન કરી અને બાળકીને સાથે રાખી તેના વાલીને શોધવા કવાયત કરી ખુબજ ટૂંકા સમયમાં મોરબી મહેન્દ્રનગર પાસે આવેલ હનુમંત એપાર્ટમેન્ટ માં વોચમેન નુ કામ કરતા મનોજભાઇ બલબીરભાઇ થાપા ઉ.વ.૩૦ વાળાને શોધી ખાત્રી કરી અને મળી આવેલ બાળકી ઉ.વ.૫ વાળીને તેના વાલીને સોંપી આપેલ અને માતા પિતા તેની બાળકીને શોધતા હોય બાળકી મળી જતા રાહતનો શ્વાસ લીધેલ હતો.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW