હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સીમમાં આવેલ વાડીના ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન મળી કુલ કિ.રૂ.૧,૯૫,૧૪૦/- નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી
મોરબી LCB પોલીસ ને ખાનગીરાહે હકિકત મળેલ કે, કમલેશભાઇ માવજીભાઇ ભોરણીયા પટેલ રહે.જુના દેવળીયા તા.હળવદ વાળાએ જુના દેવળીયા ગામની સીમમાં હળવદ હાઇવે ઉપર આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીની ઓરડીમાં ઇગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે અને તેનુ વેચાણ કરે છે. તેવી ચોકકસ હકિકત આધારે પોલીસે રેઇડ કરતા દારૂ નો જથ્થો મળી આવતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે
અટક કરવા પર બાકી આરોપીનુ નામ સરનામુ:-
કમલેશભાઇ માવજીભાઇ ભોરણીયા/પટેલ રહે.જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી
પકડાયેલ મુદામાલની વિગત –
(૧) રોયલ સ્ટગ વ્હીસ્કીની કાચની કંપની સીલ પેક ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૧૮૦ કિ.રૂ.૧,૨૧,૧૪૦/-
(૨) થંડરબોલ્ટ સ્ટ્રોંગ બીયર ૫૦૦ મીલીના બીયર ટીન નંગ-૭૪૪ કિ.રૂ.૭૪,૪૦૦/-મળી કુલ કિ.રૂ.૧,૯૫,૧૪૦/- નો મુદામાલ કબજે કરેલ છે.