Tuesday, January 7, 2025

મતગણતરીના દિવસે મોરબીના ઘૂંટુ રોડ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

Advertisement

મતગણતરીના દિવસે મોરબીના ઘૂંટુ રોડ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

વૈકલ્પિક માર્ગ તરીકે જુના ઘૂંટુ રોડ-ત્રાજપર ચોકડી વાળા રસ્તાનો ઉપયોગ કરી શકાશે

વિધાનસભાની ચૂંટણી અન્વયે મોરબી જિલ્લાનેર વિધાનસભાની ત્રણેય ૬૫-મોરબી, ૬૬-ટંકારા તથા ૬૭-વાંકાનેર બેઠકની મતગણતરી પોલિટેકનિક બિલ્ડીંગ, ઘૂંટુ રોડ, મોરબી ખાતે ૦૮/૧૨/૨૦૨૨ના રોજ થનાર છે. જે અન્વયે મત ગણતરીના દિવસે એટલે કે, તારીખ ૦૮/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૦૬:૦૦ કલાકથી સાંજના ૧૯:૦૦ કલાક સુધી ઘૂંટુ રોડ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામુ નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર

(૧). મોરબી-મહેન્દ્રનગરથી ઘુંટુ તરફ જતા મોટા ભારે વાહનોએ માળિયા ફાટકથી ત્રાજપર ચાર રસ્તાથી જુના ઘૂંટુ રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવાનો રહેશે.

(૨). હળવદથી મોરબી તરફ આવતા મોટા ભારે વાહનોએ ઘૂંટુ ગામ, બાપાસીતારામ મંદિર ચોકડીથી જુના ઘૂંટુ રોડથી ત્રાજપર ચાર રસ્તા તરફના રસ્તાનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવાનો રહેશે.

આ જાહેરનામું તારીખ ૦૮/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૦૬:૦૦ કલાકથી સાંજના ૧૯:૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW