આવતી કાલે મહેન્દ્રનગરમાં ભવ્ય હિન્દુ સંમેલન કાર્યક્રમનું આયોજન

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મહેન્દ્રનગર ખાતે હિન્દુ સમાજમાં એકતા, સંસ્કાર અને સમાજ જાગૃતિના ઉદ્દેશ્ય સાથે ભવ્ય **“હિન્દુ સંમેલન કાર્યક્રમ”**નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ૦૭ માર્ચ ૨૦૨૬, શનિવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે રામધન આશ્રમ, મહેન્દ્રનગર ખાતે યોજાશે.

કાર્યક્રમ પૂર્વે રાત્રે ૮:૦૦ કલાકે શિવ મંદિર મહેન્દ્રનગરથી રામધન આશ્રમ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાશે, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ભાગ લેશે. સંમેલનનો મુખ્ય સંદેશ “હિન્દુ હિન્દુ એક રહે, ભેદભાવ કોઈ નહીં સહે” રહેશે.

આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે દેવેન્દ્રભાઈ દેવે (સહ કાર્યવાહ – સૌરાષ્ટ્ર પ્રાંત, RSS) ઉપસ્થિત રહી હિન્દુ સમાજને સંબોધિત કરશે. કાર્યક્રમમાં વિશેષ આશીર્વચન આપવા માટે ભાણદેવજી મહારાજ , ભાવેશ્વરી માતાજી, દેવાનંદગિરી બાપુ, પૂર્ણપ્રકાશ સ્વામી, સરદમુનિ ઉદાસીન, જય દેવઆનંદ ગીરનારી
ઉપસ્થિત રહેશે.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હિન્દુ સંમેલન સમિતિ, મહેન્દ્રનગર મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સૌજન્ય હરિ ઓમ નાસ્તા ઝોન – મહેન્દ્રનગર ચોકડી દ્વારા આપવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવે તેવી હિન્દુ સંમેલન સમિતિ મહેન્દ્રનગર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW