Sunday, January 5, 2025

એવન્યુ પાર્ક, વ્રજ વાટીકા,વિજય નગર સહીતના મોરબી વિસ્તારના મતદારોનો ભાજપ તરફી જંગી મતદાન કરવા બદલ જાહેર આભાર વ્યક્ત કરતા બુથ ઈન્ચાર્જ દીપકભાઈ પોપટ તથા નિર્મિતભાઈ કક્કડ

Advertisement

*બુથ નં-૨૪૨ મા કુલ ૮૯૨ પડેલ મત માંથી કાંતિભાઈ અમૃતિયા ને ૭૬૦ મત તથા બુથ નં-૨૪૩ માં કુલ ૯૩૭ પડેલ મત માંથી કાંતિભાઈ અમૃતિયા ને ૭૪૦ મત મળ્યા.*

*બંને બુથ ના કુલ ૧૮૨૯ પડેલ મત માંથી ભાજપ ના ઉમેદવાર ને કુલ ૧૫૦૦ મત મળ્યા*

ગુજરાત વિધાનસભા ચુંટણી નુ પરિણામ જાહેર થઈ ગયુ છે જેમાં ભાજપ ને ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ છે ત્યારે મોરબી-માળીયા ૬૫ વિધાનસભા ના ભાજપ ના લોકપ્રિય ઉમેદવાર મા.શ્રી કાંતિભાઈ અમૃતિયાએ આશરે ૬૨૦૦૦ ની જંગી લીડ થી અભુતપૂર્વ વિજય પ્રાપ્ત કરી ઈતિહાસ રચ્યો છે. મોરબી શહેર ના એવન્યુ પાર્ક-વ્રજ વાટીકા, વિજય નગર સહીત ના વિસ્તાર ના બુથ નં-૨૪૨ માં કુલ પડેલ ૮૯૨ મત માંથી ભાજપ ના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા ને ૭૬૦ મત મળ્યા હતા તેમજ બુથ નં-૨૪૩ માં કુલ પડેલ ૯૩૭ મત માંથી કાંતિભાઈ અમૃતિયા ને ૭૪૦ મત મળ્યા હતા. કુલ ૧૮૨૯ માંથી ૧૫૦૦ મત ભાજપ ના ઉમેદવાર ને પ્રાપ્ત થતા બુથ ઈન્ચાર્જ દીપકભાઈ પોપટ તથા નિર્મિતભાઈ કક્કડે વિસ્તાર ના તમામ મતદારો નો જાહેર આભાર વ્યક્ત કર્યો છે. તે ઉપરાંત બુથ ના પોલીંગ એજન્ટ *સચીનભાઈ ચંદારાણા, નિકેતનભાઈ કક્કડ,ગીરીશભાઈ કારીયા,નેહલબેન ચંદારાણા* ની મહેનત ને પણ બિરદાવી છે. સાથે સ્થાનિક અગ્રણી હસુભાઈ ચંડીભમર, રમેશભાઈ ભાડજા, દીશાંતભાઈ મહેતા, જયભાઈ કોઠીયા, નિલભાઈ રાચ્છ, ગંગારામભાઈ ગામી સહીતના નો આભાર વ્યક્ત કર્યો છે.
મોરબી શહેર ભાજપ પ્રમુખ શ્રી લાખાભાઈ જારીયા, રીષીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા સહીત ના શહેર ભાજપ ના હોદેદારો, સ્થાનિક નેતૃત્વ, રાજ્ય કક્ષા તેમજ કેન્દ્રીય નેતૃત્વ નો તેમના પર વિશ્વાસ મુકવા તેમજ ઐતિહાસીક જીત મા સહભાગી બનવા મોકો આપવા બદલ આભાર વ્યક્ત કરવા માં આવ્યો છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW