તારીખ 15/12/2022/ના રોજ મહા પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની પુણ્યતિથિ હોવાથી મોરબી જીલ્લામા એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા તારીખ 15/12/2022 ગુરુવાર ના રોજ રાત્રે 9/00/ વાગે મોરબી જિલ્લાની અંદર પ્રગતિ ક્લાસીસ કલેકટર બંગલાની બાજુમાં મહા પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ દીપ પ્રગટાવી હાર પહેરાવી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી જેમાં એકતા એજ લક્ષ્ય સંગઠન ના તમામ કાર્યકર્તા ભાઈઓ હાજર રહ્યા હતા અને એકતા એજ લક્ષ્ય સંગઠન અઢારે વરણ ને સાથે રાખીને ને કાર્ય કરતું સંગઠન છે જેમાં ત્યારે અઢારે વરણ ના ભાઈઓ હાજર રહ્યા હતા અને મીટીંગ નુ આયોજન પણ કરવામાં આવ્યું હતુ જેમા કહેવાયુ હતું ગમે ત્યારે જરૂર પડે ત્યારે એકતા એજ લક્ષ્ય સંગઠન અઢારે વરણ ની સાથે અડીખમ ઉભુ છે અને આજીવન ઉભુ રહેશે તેમ અખબાર યાદીમાં જાણવામાં આવ્યું હતું