Sunday, May 18, 2025

પીપળી રોડ પર દિલધડક 29 લાખ રૂપિયાની લૂંટ કરી લુટારુઓ છનન

Advertisement
Advertisement
Advertisement

મોરબી નજીકના પીપળી ગામ પાસેથી એક યુવાન કંપની નું કામ પતાવી પોતાના ઘરે જતો હતો ત્યારે તેના બાઇકને કોઈ અજાણી કારમાં આવેલ ત્રણ શખ્સો દ્વારા ઠોકર મારીને પછાડી દેવામાં આવ્યો હતો અને બાદમાં યુવાનને માર મારીને ૨૯ લાખ રૂપિયાની લુંટ ચલાવી કાર માં આવેલા ત્રણેય શખ્સો કાર લઇને નાસી ગયા છે જેથી તેને ઝડપી પાડવા પોલીસે રાત ભર લૂંટારૂઓને સોધવા જિલ્લામાં નાકાબંધી કરી હતી
મળતી માહિતી મુજબ મોરબી નજીકના પીપળી ગામે રહેતો અને ગામ પાસે જ આવેલ કેલી ફેક્ષન ટેકનો પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં કામ કરતો કર્મચારી ચંદ્રેશ સવજીભાઇ શીરવી નામનો યુવાન ગત સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં કારખાને કામ પુરુ કરીને પોતાના બાઇક ઉપર રોકડા રૂપિયા ૨૯ લાખ ભરેલ થેલો લઇને ઘર તરફ જતો હતો ત્યારે અજાણી કારમાં આવેલા ૩ શખ્સોએ કારથી યુવાનના બાઇકને ઠોકર મારી હતી અને યુવાનને નીચે પછાડી દઇને તેને ઢીકાપાટુનો માર મારો હતો ત્યાર બાદમાં યુવાન પાસે રહેલ ૨૯ લાખ રૂપિયા ભરેલ થેલાની લુંટ ચલાવીને ત્રણેય શખ્સો નાસી ગયા હતા જેથી કરીને અજાણી કારમાં આવીને લુંટ ચલાવીને નાસી ગયેલા ત્રણ શખ્સોને પકડવા માટે હાલમાં મોરબી જીલભર ની પોલીસ દોડતી થઈ ગઈ હતી જેમાં તાલુકા પોલીસ, એલસીબી, એસઓજીની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW