*ઉર્જા સપ્તાહ”* ની ઉજવણીનાં ભાગરૂપે વિજ અકસ્માત ઘટાડવા માટે વિજ કર્મચારીઓમાં સલામતી અંગે જાગૃતિ લાવવા માટે પીજીવીસીએલ,વિભાગીય કચેરી, મોરબી 1 અને 2 દ્વારા સેફટી વર્કશોપ તથા વીજ કર્મચારીઓ ને ફેમિલી સાથે સેફટી ફિલ્મ દર્શાવવામાં આવેલ. શ્રી જે. સી ગોસ્વામી , કાર્યપાલક ઈજનેરશ્રી દ્વારા વીજ કર્મચારીઓ ને સલામતી પૂર્વક કામ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવેલ તથા સલામતી અંગે વિસ્તૃત સમજણ આપેલ. કાર્યપાલક ઈજનેર શ્રી પી. પી. બાવરવા દ્વારા કર્મચારી ઓ ને કામ કરતી વખતે સલામતી નું ધ્યાન કઈ રીતે રાખવું તે અંગે સમજણ આપેલ. સદર કાર્યક્રમ માં મોરબી, માળીયા તથા ટંકારા તાલુકા હેઠળ વિવિધ 11 પેટા વિભાગ નાં વીજ કર્મચારીઓએ ભાગ લીધેલ. નાયબ ઈજનેર શ્રી એન. આર. હુંબલ દ્વારા તમામ લાઈન સ્ટાફ મિત્રોને સલામતી નું મહત્વ સમજાવી, લાઈન કામ કરતી વખતે સલામતીના નિયમોનું પાલન કરવા સલામતી અંગે પ્રતિજ્ઞા લેવડાવેલ.