મોરબીના લોક વિજ્ઞાન કેન્દ્ર પુરસ્કૃત સાયન્સ સીટી નિરીક્ષણનો લાભ લેતી વિદ્યાર્થીનીઓ
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા મોરબીમાં ચાલતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના માધ્યમથી વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજીના સિદ્ધાંતોને જાણે સમજે અને પ્રેક્ટિકલ નોલેજ પ્રાપ્ત કરે એ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એના ભાગરૂપે સરકારી શાળામાં ધો 8 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એસ.ટી. વિભાગની બસ દ્વારા સાયન્સ સિટીની મુલાકાતનું વિનામુલ્યે આયોજન કરવામાં આવ્યું છે જેમાં માધાપરવાડી કન્યા શાળાની ધોરણ આઠની બાળાઓએ સાયન્સ સીટી-ગાંધીનગરની મુલાકાત લઈ વિજ્ઞાનના સિદ્ધાંતો પર કાર્યરત વિવિધ રાઈડ,થ્રિડી પિક્ચર, સોલાર એનર્જી પાર્ક, હોલ ઓફ સાયન્સ,થ્રિલ રાઈડમાં અંતરીક્ષ યાત્રાનો અનુભવ મેળવ્યો,નેચર પાર્કમાં વિદ્યાર્થીનીઓએ હીંચકા, લપસીયાની મોજ માણી એકવાટિક ગેલેરીમાં વિવિધ માછલીઓ નિહાળી,ત્યારબાદ પ્લેનેટ અર્થમાં પ્રાણીસૃષ્ટિ,હ્યુમન એંઓટોમી,ભૌતિકશાસ્ત્રના પ્રયોગો,વનસ્પતિ જગત વગેરે નિહાળ્યું દિપેનકુમાર ભટ્ટ એકેડેમિક ડિસ્ટ્રિક્ટ કો.ઓર્ડીનેટર આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મંજૂરી આપવામાં આવેલ અને આ સમગ્ર કાર્યક્રમ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ અને ટેકનોલોજી દ્વારા પુરસ્કૃત કરવામાં આવેલ હતો.સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે આ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવા બદલ તેમજ એસ.ટી.દ્વારા વિનામૂલ્યે બસ ફાળવી આપવા બદલ અનિલભાઈ પઢારિયા ડેપો મેનેજર મોરબીનો દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આભાર પ્રકટ કરેલ છે. સમગ્ર પ્રવાસને સફળ બનાવવા દિનેશભાઈ સાવરિયા, જયેશભાઈ અગ્રાવત,દીપકભાઈ બાવરવા તેમજ એસ.એમ.સી.અધ્યક્ષ કાળુભાઈ પરમારે ખુબજ જહેમત ઉઠાવી હતી.