મોરબીમાં સત્સંગ સમાજ દ્વારા રવાપર ઘુનડા રોડ સન સિટી ગ્રાઉન્ડ ખાતે હનુમાન ચાલીસા કથા ચાલી રહી છે જેમાં તા.૨૪-૧૨-૨૦૨૨ને શનિવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે શ્રી હનુમાન જન્મોત્સવ અને અન્નકૂટ ઉત્સવ યોજાશે.
જેમાં ૧૫૧ કિલો.ચોકલેટ – કેડબરી દાદાને ધરાવવામાં આવશે, ૧૦૮ કિલો પુષ્પવર્ષાથી હનુમાનજી મહારાજના સંતો – ભક્તોને વધાવવામાં આવશે. અનેક પ્રકારના હનુમાનજી અને વાનરસેનાના દર્શન થશે, સમગ્ર સભા મંડપને ફૂલો અને ફુગ્ગાઓથી સજાવવામાં આવશે. તેમજ તમે પણ તમારા બાળકને હનુમાનજી બનાવી શ્રી હનુમાન જન્મોત્સવનો લાભ લઇ શકો છો. તેમજ શ્રી હનુમાન જન્મોત્સવના દિવસે દાદાને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે માટે સૌભક્તો પોતાના ઘરેથી ૫૦૦ ગ્રામ કોઈ પણ વાનગી લાવી શકે છે. આને અન્નકૂટ જમા કરાવવાનો સમય : સાંજે ૪ થી ૭ વાગ્યાનો રહેશે