વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આગામી રવિવાર તા. ૨૫-૧૨-૨૦૨૨ ના રોજ સવાર થી સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણ ના કાર્યક્રમ નુ આયોજન કરવા માં આવેલ છે. જે અંતર્ગત ડ્રાઈફ્રુટ, કાજુ, બદામ, પિસ્તા ચીકી રૂ.૧૩૦ ના ભાવે ઉપરાંત તલ-સિંગ-દાળીયા સહીત ની વિવિધ જાત ની ચીકી રૂ.૬૦ તથા રૂ.૭૦ ના ભાવે તેમજ મમરા ના લાડું નુ રાહતદરે વહેલા તે પહેલા ના ધોરણે વિતરણ કરવા માં આવશે તેમ સંસ્થાએ યાદી માં જણાવ્યુ છે.