Saturday, May 17, 2025

મોરબીમાં સર્વ જ્ઞાતિ ૭માં સમૂહ લગ્નોત્સવ નું આયોજન

Advertisement
Advertisement
Advertisement

શ્રી ગંગા સ્વરૂપ સહાય સમિતિના સંચાલક દેવકરણભાઈ આદ્રોજા, ચંદ્રકાંતભાઈ દફતરી અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ ડૉ. પરેશ પારીઆ ની એક યાદીમાં જણાવવામાં આવે છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વજ્ઞાતિ ૭ માં સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરેલ છે જેમાં ગંગા સ્વરૂપ બહેનો અને વિધુર ભાઈઓ ના સંતાનોને પ્રથમ અગ્રયતા આપવામાં આવશે ત્યારે બાદ સામાજિક અને આર્થિક પછાત તેમજ આર્થિક નબળા પરિવારના સંતાનોને લાભ આપવામાં આવશે.

આગામી ૧૨/૦૩/૨૦૨૩ના રોજ મોરબી ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાશે જેના ફોર્મ તારીખ ૨૬/૧૨/૨૦૨૨ ના રોજ સવારે ૧૦ થી ૦૧ સાંજે ૪ થી ૭ દરમિયાન વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી ઓફિસ, આંબેડકર કોલોની, રોહિદાસ પરા મેઈન રોડ, રેલવે સ્ટેશનની સામે, મોરબી ખાતે થી મળશે. ફોર્મ તારીખ ૧૫/૦૧/૨૦૨૩ શુધી ભરાશે અને ભરેલા ફોર્મ ૩૦/૦૧/૨૦૨૩ સુધીમાં સ્વીકારવામાં આવશે.

આ સમૂહ લગ્નોત્સવ માં કન્યાને કરિયાવર માં ૭૦થી વધુ ઘરવખરીની આઇટમો દાતાઓના સહયોગ થી આપવામાં આવશે. આ સમૂહ લગ્નોત્સવ માં જોડાવવા માંગતા પરિવાર જનો તેમજ આયોજક સમિતિમાં જોડાવવા માંગતા અને કન્યાદાન નું પૂણ્ય કમાવવા માંગતા દાતાઓ ર્ડા. પરેશ પારીઆ-૮૭૩૨૯૧૮૧૮૩ અને ચંદ્રકાંતભાઈ દફતરી-૯૮૨૫૨૨૩૧૯૯ પર સંપર્ક કરવો

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW