Thursday, January 23, 2025

સમસ્ત લોહાણા સમાજ-મોરબી દ્વારા આગામી તા.૧-૧ ના રોજ શ્રી રામધામ મુકામે ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીનું સન્માન કરવા માં આવશે

Advertisement

*મોરબી લોહાણા મહાજનના અધ્યક્ષ સ્થાને સમાજના અગ્રણીઓની બેઠક માં સમાજ ની વિવિધ સંસ્થાઓ દ્વારા ધારાસભ્ય નુ સન્માન કરવા લેવાયો નિર્ણય.*

સમસ્ત લોહાણા સમાજ ના એકતા ના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા મા.શ્રી જીતુભાઈ સોમાણી વાંકાનેર-કુવાડવા ૬૭ વિધાનસભા બેઠક પર જંગી બહુમતી થી વિજયી થયા છે ત્યારે આગામી તા.૧-૧-૨૦૨૩ રવિવાર ના રોજ શ્રી રામધામ-જાલીડા મુકામે સમસ્ત લોહાણા સમાજ દ્વારા મા.શ્રી. જીતુભાઈ સોમાણી નો સન્માન સમારોહ તથા વિજયોત્સવ નુ આયોજન કરવા માં આવ્યુ છે. જે અંતર્ગત મોરબી જલારામ મંદિર ખાતે સમસ્ત લોહાણા સમાજ-મોરબી ની બેઠક મળી હતી જેમાં જ્ઞાતિ ની વિવિધ સંસ્થા ના અગ્રણીઓ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. આગામી તા.૧-૧-૨૦૨૩ રવિવાર ના રોજ સવારે ૭ઃ૩૦ કલાકે મોરબી જલારામ મંદિર ખાતે પૂ.જલારામ બાપા ના દર્શન કરી મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓ રામધામ જવા રવાના થશે, શ્રી રામધામ મુકામે મોરબી લોહાણા સમાજ ની વિવિધ સંસ્થાઓ દ્વારા ધારસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી નુ અદકેરૂ સન્માન કરવા નિર્ધારીત કરવા માં આવ્યુ છે.
મોરબી લોહાણા સમાજ ની મળેલ બેઠક માં શ્રી લોહાણા મહાજન-મોરબી, રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબી, રઘુવંશી યુવક મંડળ-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, ક્લોક એશોસિયેશન-મોરબી, શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી, શ્રી જલારામ સેવા મંડળ-મોરબી, સમસ્ત પોપટ પરિવાર-મોરબી, રઘુવંશી મહિલા મંડળ-મોરબી, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ-મોરબી , શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી સહીત ની સંસ્થા ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW