Sunday, February 2, 2025

નીલકંઠ સ્કૂલ – મોરબી માં તુલસી દિવસની ભારતીય સંસ્કૃતિ મુજબ ઉજવણી કરવામાં આવી

Advertisement

આપણે જાણીયે છીએ કે દિવસે ને દિવસે સમય જતા સમગ્ર વિશ્વ ભારતની પ્રાચીન સંસ્કૃતિને સ્વીકારીને અનુસરવાનું શરૂ કર્યું છે. ત્યારે ભારતના અમુક યુવા નાગરિકો એ મોડર્ન દેખાવાની સ્પર્ધા માં વિદેશી સંસ્કૃતિનો સ્વીકાર કરતા થયા છે!!. તો આ વિદેશી સંસ્કૃતિ માંથી આઝાદી મેળવવા અને ભારતની મૂલ્યવાન પ્રાચીન સંસ્કૃતિના પુનરૂત્થાન અને ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે તથા વિદ્યાર્થીઓ થકી સમાજને એક અનેરો સંદેશો આપવા આજ તા. 24 ડિસેમ્બર ને શનિવાર ના રોજ ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવા નીલકંઠ સ્કૂલ ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા તુલસી પૂજનનું આયોજન કરેલ હતું
તુલસી પૂજનમાં વિદ્યાર્થીઓ તુલસીના છોડનું પૂજન કર્યું તથા તુલસીની આરતી કરી ઉજવણી કરવામાં આવી
દરેક વિદ્યાર્થીઓ એ ભારતીય સંસ્કૃતિમાં તુલસી પૂજનનું મહત્વ સમજ્યું અને સમાજને ભારતીય સંસ્કુતિ અનુસરવા અને ફેલાવો કરવા સંદેશો આપવામાં આવ્યો
તુલસીના પૂજનના અનેક ફાયદાઓ થાય છે જેવા કે.
ખરાબ વિચારો દુર થાય છે
પોઝિટિવ ઊર્જાનો સંચાર થાય છે
સારુ સ્વાસ્થ્ય પ્રદાન કરે છ
અનેક પાપો નષ્ટ થાય છે
ભય અને ક્રોધ દૂર થાય છે
તુલસીનો છોડ ઔષધિ માટે ઉપયોગી છે
આવા અનેક ઉદેશ્યથી વિદ્યાર્થીઓ માટે તુલસી ઉપર એક નિબંધ સ્પર્ધા નું આયોજન કરેલ જેમાં ધો.5 થી 9 ના દરેક વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. જેમાં તુલસી ઉપર 20 મિનિટ માં 20 માર્કસનો નિબંધ લખવાનો હતો. આ નિબંધ દ્વારા સમાજ સુધી સારો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
પ્રોત્સાહનના ભાગ રૂપે દરેક ધોરણ મુજબ વિદ્યાર્થીઓ ને પ્રથમ પાંચ નંબર આપી સન્માનવામાં આવ્યા. આ તકે નીલકંઠ સ્કૂલ ના મેનેજીંગ ટ્રસ્ટી, પ્રિન્સિપાલ અને સૂપરવાઇજર દ્વારા વિજેતા થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW