નવયુગ ગૃપ ઓફ એજયુકેશન સંચાલિત નવયુગ વિદ્યાલય – મોરબી દ્વારા ભારતીય સંસ્કૃતિની જૂની પરંપરાને ઉજાગર કરવા અને વિદ્યાર્થીઓને આપણી ભારતીય સંસ્કૃતિનો પરિચય મળી રહે તે હેતુ સહ ‘ તુલસી દિવસ ‘ ની ઉજવણી કરવામાં આવી હતી . જે અંતર્ગત ધોરણ 3 થી 6 ના વિદ્યાર્થીઓએ પોતાન ઘરેથી તુલસી લાવીને વિધિવત બ્રાહ્મણ દ્વારા તુલસી પૂજન કરેલ તથા તુલસી સ્તોત્રનું પઠન કરેલ તેમજ નાના ભુલકાઓ દ્વારા ડ્રોંઇગ કોમ્પીટીશન અને આપણી સંસ્કૃતિના ધાર્મિક પાત્રોનું વેશભૂષા સ્પર્ધા પણ રાખવામાં આવેલ હતી . ધોરણ 7 થી 11 ના વિદ્યાર્થીઓની ભારતીય સંસ્કૃતિનો વારસો અને તુલસીના મહત્વ ઉપર વકતૃત્વ સ્પર્ધા રાખેલ હતી.આની સાથે સાથે વાલીશ્રીઓને તથા વિદ્યાર્થીઓને તુલસીના ૫૦૧ રોપાનું વિતરણ કરવામાં આવેલ અને ગાયત્રી યજ્ઞનું આયોજન કરેલ હતુ અને તેમાં બોર્ડના વિદ્યાર્થીઓએ , શિક્ષકમિત્રઓ યજ્ઞમાં સમિધ સાથે આહૂતિ અર્પી હતી . આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફમિત્રોએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો . તે બદલ સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાએ સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવેલ છે