વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે મહાપ્રસાદ યોજવા માં આવે છે ત્યારે મોરબી સતવારા સમાજ ના અગ્રણી રામજીભાઈ ગણેશભાઈ કણઝારીયા, મોહનભાઈ રામજીભાઈ કણઝારીયા તથા મણીબેન રામજીભાઈ કણઝારીયા પરિવાર દ્વારા સદાવ્રત માં મહાપ્રસાદ યોજવા માં આવ્યો હતો. ભુખ્યા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નાં હેતુસર કણઝારીયા પરિવાર દ્વારા યોજાયેલ મહાપ્રસાદ બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, હરીશભાઈ રાજા સહીત ના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ પૂ. જલારામબાપા તેમના પરિવાર ની તમામ મનોકામના પૂર્ણ કરે તેવી શુભકામના પાઠવી હતી.