માળીયા (મી) જુની રેલ્વે ફાટક પાસે માળિયા જામનગર હાઈવે રોડ ઉપર સ્વીફ્ટ કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઈંગ્લીશ દારૂની ૨૨૮ બોટલો સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે
મળતી માહિતી મુજબ માળીયા (મી) જુની રેલ્વે ફાટક પાસે માળિયા જામનગર હાઈવે રોડ ઉપર આરોપી મહેબુબભાઈ સુલેમાનભાઈ સુમરા તથા સાગરભાઈ કાંતીલાલ પલણ રહે બંને મોરબી નવલખી રોડ સેન્ટમેરી સ્કુલ પાછળ તા. મોરબી વાળાએ પોતાના હવાલાવાળી સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર જેના રજીસ્ટર નંબર- GJ-12-CP-7043 કિં રૂ. ૨,૦૦,૦૦૦ વાળીમા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૨૮ કિં રૂ.૬૮,૪૦૦ મળી કુલ કિં રૂ.૨,૬૮,૪૦૦ ના મુદ્દામાની હેરાફેરી કરતા મળિ આવતા માળિયા (મી) પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી તેમની વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.