મોરબી: મોરબીમાં થોડા દિવસ પહેલા પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં ભાજપ અગ્રણી અજય લોરીયા નું નામ આવતા
પાટીદાર સમાજમાં તેનાં ઘેરા પડઘા પડ્યા છે
શ્રદ્ધા રાજપરા નામની પરણીતાએ પતિએ માર માર્યો હોવાની અને પતિ ચારિત્ર પર શંકા કરતો હોવાની તથા તેમાં જિલ્લા ભાજપ બાંધકામ સમિતિના ચેરમેન”આજય લોરીયા” નું નામ આવતા આ ઘટના અંગે લોકોમાં અલગ અલગ વાતો બહાર આવી રહી છે દરમિયાન દર વર્ષે મોરબીમાં યોજાતા પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકો માંથી એક અજય લોરીયા પણ હોય પાટીદાર નવરાત્રી સમિતિએ કઠોર નિર્ણય કરી અજય લોરીયા થી પોતાને અળગા
કરી લીધા છે તેમજ અજય લોરીયા સામાજિક કાર્યોના નામે પોતાના અંગત ફાયદા ઉઠાવતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે
પાટીદાર નવરાત્રી મહોત્સવ સમિતિએ બહાર પાડેલી એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે કે અજય લોરીયા પાટીદાર નવરાત્રી નો ઉપયોગ પોતાના અંગત સંબંધો વધારવા અને પોતાના રાજકીય રોટલા શેકવા અને અંગત લાભાલાભો માટે કરતો હોવાનું જણાવ્યું છે તેમ જ આ મહોત્સવ માત્ર અજય લોરીયા નહીં પણ અનેક પાટીદાર યુવાનોના સહકારથી દર વર્ષે આયોજન કરાય છે પરંતુ અજય લોરીયા ખુદ આયોજન કરતો હોવાનો દેખાડો કરતો હોવાનું ધ્યાનમાં આવતા તેમ જ પતિ પત્ની વચ્ચેના ઘરેલુ કિસ્સામાં તેનું નામ સામે આવતા નવરાત્રી મહોત્સવ સમિતિએ અજય લોરીયા થી છેડો ફાડી દીધો હોવાનો ઉલ્લેખ કર્યો છે તેમજ હવેથી પાટીદાર નવરાત્રી મહોત્સવ સમિતિને અજય લોરીયા થી કે તેના દ્વારા ચલાવવાતી સંસ્થા સેવા જ સંપત્તિ ફાઉન્ડેશન સાથે પણ કોઈ લેવાદેવા નહીં હોવાનું સ્પષ્ટપણે એક પ્રેસ યાદી બહાર પાડી તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે