Wednesday, January 22, 2025

મારામારીમાં ઈજાગ્રસ્ત યુવકનું મૃત્યુ થતાં ખુન કેસમાં આઠની ધરપકડ કરતી રેલ્વે પોલીસ

Advertisement

મોરબીના નવલખી રોડ ઉપર ધકાવાળી મેલડી માતાના મંદિર નજીક રેલવેની હદમાં જુના ઝઘડાનો ખાર રાખી આ ઝઘડાનું સમાધાન કરવાના બહાને બોલાવેલા યુવકને આઠ શખ્સોએ છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ યુવકનુ રાજકોટમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો. યુવકનું મોત નિપજત્તા રેલવે પોલીસે ૩૦૭ની કલમમાં હવે ૩૦૨ની કલમ ઉમેરી આઠ આરોપીને ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ મુરલીઘર હોટલ પાછળ રહેતા પપ્પી નાગજીભાઈ વિકાણી ઉ.વ.૨૫ ને ગત તા.૧૬ ના રોજ રાત્રે મોરબીના નવલખી રોડ ઉપર ધકાવાળી મેલડી માતાજીના મંદિર નજીક રેલવેની હદમાં જુના ઝઘડાનો ખાર રાખી આ ઝઘડાનું સમાધાન કરવાના બહાને બોલાવી આરોપીઓ પ્યારું દાદુભાઈ સલાટ, ભદું હેમુભાઈ સલાટ, રાયચંદ સલાટ, અર્જુન સલાટ સહિતના શખ્સોએ આડેધડ છરીના ઘા ઝીંક્યા હતા. આથી આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પપ્પી નાગજીભાઈ વિકાણી ઉ.વ. ૨૫ને તાત્કાલિક રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જેમ કે જે તે સમયે મૃતકના ભાઈ વિક્રમભાઈની ફરિયાદના આધારે કલમ ૩૦૭ મુજબ જીવલેણ હુમલાનો ગુન્હો રેલવે પોલીસમાં નોંધાયો હતો. યુવકનું મોત નિપજતાં ૩૦૨ની કલમ ઉમેરી હત્યા કરનાર આરોપીઓ પ્યારું દાદુભાઈ સલાટ, ભદું હેમુભાઈ સલાટ, રાયચંદ સલાટ, અર્જુન સલાટ, સવાણું ઉર્ફે શંકર સલાટ, નવઘણ સલાટ, રાજુ લાલાભાઈ ભરવાડ, રાજેશ ઉર્ફે ભાદો સલાટ, અર્જુન કાલાભાઈ સલાટને રેલવે પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW