મોરબીના ઉમિયા માનવ સેવા મંડળ દ્વારા મંડળના મંત્રી તરીકે છેલ્લા દશ વર્ષથી અવિરત સેવા આપતા કર્મઠ સ્વર્ગસ્થ પી.એલ. ગોઠીનું અવસાન થતાં એમના આત્માની શાંતિ અર્થે,આત્માના કલ્યાણાર્થે ઉમિયા માનવ સેવા મંડળના કાર્યાલય રત્નકલા ખાતે પ્રાર્થના સભા તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાર્થના સભામાં ઉપસ્થિત મંડળના પ્રમુખ પોપટભાઈ કગથરા ઉપ પ્રમુખ ગોપાલભાઈ ચારોલા અગ્રણી ડો.સતિષભાઈ પટેલ તેમજ શિક્ષણ અગ્રણી દિનેશભાઈ વડસોલા વગેરેએ પી.એલ.ગોઠીની કામગીરી એમની કાર્યપ્રણાલી એમની કર્તવ્યપ્રયાણતાને બિરદાવતા જણાવ્યું હતું કે પી.એલ.ગોઠીની વિદાય અસહ્ય છે,એમનો ખાલીપો પુરવો ખુબજ અઘરો છે,તેઓ સતર વર્ષે જે ઉત્સાહથી કામ કરતા હતા એજ ઉત્સાહથી સિત્તેર વર્ષે પણ કામ કરતા હતા પરમકૃપાળુ પરમાત્મા આ દિવ્ય આત્માને શાંતિ અર્પે અને એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ અને સામર્થ્ય અર્પે એવી પ્રાર્થના કરી હતી આ તકે ઉમિયા માનવ સેવા મંડળના કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં રક્તદાન કરી અને ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પોપટભાઈ ગોઠીને શ્રધાંજલિ પાઠવી હતી.