મળતી માહિતી મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ આકૃતિ સિરામિક પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાથ શખ્સો ઉદીત નારાયણ પ્રજાપતિ, રામબલી રસપાલ રેઇદસ, આનંદકુમાર નવાબસિંગ કુસ્વાહા, નિતીનકુમાર રામપાલસિંહ સિસોદીયા, નિરજ ભૈયાલાલ પરીહાર, રાજકુમાર મિશરીલાલ કોરી, સુજીતકુમાર રમેશકુમાર સોનકર રહે બધા આકૃતિ સિરામિકની ઓરડીમાં તા.જી. મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૦,૧૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.