સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અર્થાત SCAએ મોરબી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનને અન્ડર-14ની ટીમનું એફિલિએશન પ્રદાન કર્યું.
જ્યારથી મોરબી જિલ્લો બન્યો ત્યારથી મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન કાર્યરત છે. અને હાલ સિનિયર તેના નેજા હેઠળ ટીમ અન્ડર-25, અન્ડર-19, અન્ડર-16 અને ટીમનો સમાવેશ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં થાય છે. જેને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી માન્યતા પ્રાપ્ત થયેલ છે. જેમાં હવે અન્ડર-14ની ટીમનો પણ સમાવેશ થાય છે. જેથી હવે મોરબી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની ટિમોને સંપૂર્ણ એફિલિએશન મળ્યું છે.
આ તકે મોરબીના જાણીતા ક્રિકેટર અને જીલ્લા ક્રિકેટ એસોસિએશનના મુખ્ય કોચ તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સિનિયર મહિલા ટીમના હેડ બેટિંગ અને ફિલ્ડિંગ કોચ નિશાંત જાનીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ગવર્નિંગ કમિટી, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહ અને રાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નિરંજન શાહનો આભાર માન્યો હતો. આ સિદ્ધિ બદલ મોરબી જીલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તથા MLA કાંતિભાઈ અમૃતિયાએ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં મોરબીમાંથી કોઈ શ્રેષ્ઠ ક્રિકેટર બને અને તે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં જઈને મોરબીનુ નામ રોશન કરે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.