મોરબી પંચાસર રોડ ખ્વાજા પેલેસની બાજુમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૯૨ બોટલોનો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે જપ્ત કર્યો છે. આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી પંચાસર રોડ ખ્વાજા પેલેસની બાજુમાં રહેતા આરોપી શબ્બીરભાઈ આમદભાઈ ઉર્ફે આદુભાઈ સેડાતએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૯૨ કિં રૂ.૨૯૨૫૦ નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીજન પોલીસે જપ્ત કરેલ છે. આરોપી શબ્બીરભાઈ આમદભાઈ ઉર્ફે આદુભાઈ સેડાત સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.