નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા મોરબીમાં પ્લે હાઉસથી લઈ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના અભ્યાસક્રમો ચલાવવા ઉપરાંત તમામ શાળા કોલેજના સ્ટુડન્ટસ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીથી શરૂ કરી સીએ, સીએસ કોચિંગ, ફેશન ડિઝાઇનિંગ, આર્કિટેક્ચર એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, સ્પોકન ઈંગ્લીશ, એકાઉંટિંગ અને સિરામિક સિટીને ધ્યાને લઇ સિરામિક ડિઝાઇનિંગ માટેની ખાસ અલાયદી એકેડમી પણ ચલાવવામાં આવી રહી છે. ત્યારે હવે આગામી ૧ જાન્યુઆરીના રોજ નવા વર્ષની શુભ સવારે એક નવું સોપાન નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કુલ (ઇંગ્લીશ મીડીયમ)નો પ્રારંભ થશે.
જે તારીખ ૧ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધી રામોજી ફાર્મ, લીલાપર રોડ, મોરબી.ખાતે ઉદ્ઘાટન સમારંભ યોજાશે તેમ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાની યાદીમાં જણાવામાં આવેલ છે.