મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા રઘુવંશી યુવા અગ્રણી વૃતિકભાઈ બારા તેમજ વાંકાનેર લોહાણા સમાજ અગ્રણી ભાવેશભાઈ જોબનપુત્રા તથા ગૌરાંગભાઈ માણેક સહીત ના અગ્રણીઓ દ્વારા કચ્છ જીલ્લા ના અગ્રણીઓને ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ નુ નિમંત્રણ પાઠવવા માં આવ્યુ
આગામી તા.૧-૧-૨૦૨૩ રવિવાર ના રોજ વાંકાનેર બાઉન્ડ્રી પાસે જાલીડા મુકામે નિર્માણાધીન શ્રી રામધામ મુકામે રઘુવંશી સમાજ ના એકમાત્ર ધારાસભ્ય શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા એવા મા.શ્રી જીતુભાઈ સોમાણી નો સન્માન સમારોહ તથા વિજયોત્સવ નુ અનેરુ આયોજન કરવા માં આવેલ છે ત્યારે શ્રી રામધામ ના અગ્રણીઓ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી વિવિધ જીલ્લાઓનો પ્રવાસ ખેડી ત્યાંના અગ્રણીઓને સન્માન સમારોહ નુ રૂબરૂ આમંત્રણ પાઠવવા માં આવી રહ્યુ છે ત્યારે મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, રઘુવંશી યુવા અગ્રણી વૃતિકભાઈ બારા, વાંકાનેર લોહાણા સમાજ ના અગ્રણી ભાવેશભાઈ જોબનપુત્રા, ગૌરાંગભાઈ માણેક દ્વારા ત્રિદીવસીય કચ્છ જીલ્લા નો પ્રવાસ ખેડવા માં આવ્યો હતો. તે દરમિયાન ગુજરાત વિધાનસભા ના પૂર્વ સ્પીકર ડો.નિમાબેન આચાર્ય, લોકસભા ના પૂર્વ સાંસદ ઉષાબેન ઠક્કર, લોકસભા ના પૂર્વ સાંસદ શ્રી મહેશભાઈ ઠક્કર, ભુજ નગરપાલીકા ના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર સહીત ના કચ્છ જીલ્લા ના અગ્રણીઓની રૂબરૂ મુલાકાત લઈ આમંત્રણ પાઠવવા માં આવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી-વાંકાનેર ના અગ્રણીઓએ વાગડ,ભચાઉ,ગાંધીધામ,સામખિયાળી,માનકુવા,સુખપર,મિર્ઝાપુર,ભુજ સહીત ના કચ્છ ના વિવિધ મથકો ની રૂબરૂ મુલાકાત લીધી હતી તે દરેક મથકે લોહાણા સમાજ ના અગ્રણીઓનુ ઉમેળકાભેર સ્વાગત કરવા માં આવ્યુ હતુ તેમજ સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ ના નિર્માણ કાર્ય માં સમસ્ત કચ્છ જીલ્લા નો રઘુવંશી સમાજ તન-મન-ધન થી સહયોગ અર્પણ કરશે તેમ જણાવ્યુ હતુ.