નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન સંચાલિત નવયુગ બી.કોમ કોલેજ અને બી.બી.એ કોલેજ નાં વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ ટોક નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓના જીવનમાં ઉપયોગી એવું એકાઉન્ટિંગ તેમજ મેનેજમેન્ટનું પ્રેક્ટીકલ જ્ઞાન સાથે સાથે પોતાના જીવનમાં કઈ રીતે ફાઇનાન્સ મેનેજમેન્ટ કરવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા તથા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયા દ્વારા પ્રેરણા પૂરી પાડવામાં આવેલ હતી. સાથે બી.કોમ કોલેજ પ્રિન્સિપાલ નિલેશભાઈ મીરાણી અને બી. બી. એ.કોલેજ પ્રિન્સિપાલ ડો.રાજભાઈ પંડિત તેમજ વિભાગીય સ્ટાફ સાથે જોડાયા હતા.
આ સેમિનાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટરેટ એકાઉન્ટિંગ ઓફ ઇન્ડિયા (ICAI). ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવેલ હતું જેમાં નિષ્ણાંત એવા વૈભવ પુરાણિક સર દ્વારા વિદ્યાર્થી ને માહિતી આપવામાં આવી હતી.