મોરબી ની સૌપ્રથમ સી.બી.એસ.ઈ. સ્કુલ ઓસેમ CBSE સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિ ઉજાગર કરવા નાં હેતુસર જ્ઞાનિસ્ટીક કર્નિવાલ નુ અનેરૂ આયોજન કરવા માં આવ્યુ હતુ. જે અંતર્ગત LKG થી ધો-૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યુ હતુ જેમાં બહોળી સંખ્યા માં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તે ઉપરાંત વિદ્યાર્થીઓમાં વાણિજ્યીક કુશળતા નો વિકાસ થાય તે હેતુસર વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ફુડ સ્ટોલ્સ નુ આયોજન કરવા માં આવ્યુ હતુ.
વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વૈજ્ઞાનિક, ગાણિતીક તેમજ વાણિજ્યિક બાબતો ને લગતુ પ્રદર્શન રજુ કરવા માં આવ્યુ હતુ તેમજ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવા માં આવી હતી. આ કાર્યક્રમ માં બહોળી સંખ્યા માં વાલીઓ એ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ. કાર્યક્રમ નાં સફળ આયોજન બદલ સંસ્થા ના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, નારૂભા જેઠવા સાહેબ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા, સંસ્થા ના પ્રિન્સિપાલ દીપાબેન શર્મા સહીત નાં સ્ટાફગણે વિદ્યાર્થીઓને શુભકામનાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા.