મોરબી: મોરબીના લીલાપર રોડ ઉપર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ગુજરાતી મીડીયમમા બાદ હવે ઈંગ્લીશ મીડિયમમા નવયુગ પ્રિ-સ્કુલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમ કે નવયુગ સ્કુલ હંમેશા કેઈક વિશેષ કરવા માટે પ્રખ્યાત છે ત્યારે મોરબીમાં પ્લે હાઉસથી લઈ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના અભ્યાસ ક્રમો હાલમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા બધા જ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીથી લઇને સીએ, સીએસ કોચિંગ, ફેશન ડિઝાઇનિંગ, આર્કિટેક્ચર એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, સ્પોકન ઈંગ્લીશ, એકાઉટિંગ અને મોરબીમાં સિરામિક ઉદ્યોગને ધ્યાને લઇ સિરામિક ડિઝાઇનિંગ માટેની વિશેષ એકેડમી ચલાવવામાં આવી રહી છે. જેમાં ઘણાબધા વિદ્યાર્થીઓએ નવયુગ ગ્રૂપની સંસ્થાઓમાં શિક્ષણ મેળવી પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવ્યું છે.
મોરબીમાં ગુજરાતી મીડિયમ બાદ હવે ઇંગ્લિશ મીડિયમમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો પ્રારંભ થયો છે અને 01-01-2023 ને રવિવારના રોજથી મોરબીમાં લીલાપર રોડ પર રામોજી ફાર્મ ખાતે નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કુલનો ઇંગ્લીશ મીડીયમમા પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે મોરબીના સામાજિક તથા રાજકીય અગ્રણીઓ તેમજ નવયુગ ગ્રૂપની સંસ્થાઓમાંથી શિક્ષણ મેળવી ચૂકેલ વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા તેમજ તેમની ટીમને નવયુગ પ્રિ-સ્કુલનો ઈંગ્લીશ મિડીયમમા પ્રારંભ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.