માળીયા મી: માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે અજાણ્યા શખ્સો દ્વારા યુવકની તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા કરાઈ છે. આ બનાવની જાણ થતા જ માળીયા પોલીસ ઘટનાસ્થળે જઈ આરોપીઓ ને પકડવા ચક્રો ગતિમાન કર્યા
મળતી માહિતી મુજબ મોટા નવલખી રોડ,નર્સરી સામે રામાપીરના મંદિર નજીક વિનોદભાઈ મુળુભાઈ ચાવડા ઉ. ૪૮ની તીક્ષણ હથિયારના ઘા ઝીકી કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરીનાખી હોવાનુ જાણવા મળતા માળીયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી જઇ હત્યારા ને પકડવા માટે ચક્રો ગતીમાન કર્યા છે