મોરબી :- શ્રી અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ના દિવ્ય અનુગ્રહથી મોરબી ની પવિત્ર ધરતી પર પતિત પાવની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું શુભ આયોજન કરેલ કરવામાં આવેલ કરેલ છે આ દિવ્ય જ્ઞાન યજ્ઞમાં જીવ ,જગત અને જગદીશ નો સબંધ સમજી જીવન ને નારાયણ પ્રિય બનાવી સાર્થક કરવામાં સંસારરૂપી ગૃહસ્થ ધર્મને સમજવા ઈશ્વરના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આપ સૌને પધારવા અમારું હૃદય પૂર્વક નિમંત્રણ છે.
કથા પ્રારંભ: વિક્રમ સંવત ૨૦૭૯ પોષ સુદ ૧૪ ને ગુરુવાર તારીખ 5/1 /2023 થી
કથા વિરામ:- વિ. સં.૨૦૭૯ ને પોષ વદ ૪ ને બુધવાર તા.11/1/2023 .આ કથા દરમિયાન પોથી યાત્રા, શ્રીમદ ભાગવત માહાત્મય, સાંખ્યો પદેશ,કપિલ પ્રાગટ્ય,નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય શ્રી રામ જન્મ ,શ્રીકૃષ્ણ જન્મ ,ગોવર્ધન પૂજા,રૂક્ષ્મણી વિવાહ ,શ્રી સુદામાચરિત્ર ,પરીક્ષિત મોક્ષ જેવા પાવન પ્રસંગો ઉજવાશે કથાના વક્તા તરીકે મોરબીના સુપ્રસિદ્ધ, વિદ્વાન ભાગવતાચાર્ય શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે દ્વારા આ દિવ્ય કથાનું રસપાન કરાવશે
.કથા:- નીલકંઠ મહાદેવ મંદિર , નીલકંઠ સોસાયટી મોરબી-૨. .કથા સમય બપોરે ૨ થી ૬ કલાક સુધી નો રહેશે . કથા શ્રવણ માટે નીલકંઠ સોસાયટી મહિલા મંડળ – ગોપી મંડળ દ્વારા જાહેર જનતા ને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.કોઈપણ યજમાનોને પોતાના પિતૃઓના ફોટા રાખી અને પોથી પાટલા માટે નામ નોંધાવવા સંપર્ક કરો.શાસ્ત્રીજી – 8000911444