મોરબી જિલ્લાને સિરામિક ઉદ્યોગ નો હબ માનવામાં આવે છે ત્યારે સિરામિક ઉદ્યોગ માં મોટા પાયે વાપરવા માં આવતા નેચરલ ગેસ માં ગુજરાત ગેસ કંપની દ્વારા સાત રૂપિયા નો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે
મોરબી ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ની આગેવાનીમાં મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખો મુકેશ ભાઈ કુંડારિયા,હરેશ ભાઈ બોપલિયા, વિનોદ ભાઈ ,તેમજ કિરીટ ભાઈ દ્વારા ગત તારીખ 26/12 ના રોજ ભાવ ઘટાડવા માટે ગાંધીનગર ખાતે રજૂઆતો કરવામાં આવી હતી જે રજૂઆતો ને ધ્યાન માં લઇ સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગ માં વાપરતા નેચરલ ગેસ માં સાત રૂપિયા નો ભાવ ઘટાડવામાં આવ્યો છે