શિક્ષકોને સાંઈઠ જેટલા મોડેલ બનાવતા શીખવવા માટેનો તાલીમવર્ગ સંપન
તાલીમના અંતે દશ શાળાઓને વિજ્ઞાનકીટ અર્પણ કરાઈ
મોરબી.સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પ્રવૃત્તિ શિક્ષણ મળી રહે,વિદ્યાર્થીઓ પોતાની જાતે મોડેલ બનાવે,પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરેલ તેમજ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે બાળક સાંભળેલું ભૂલી જાય છે,જોયેલું થોડું થોડું યાદ રહે છે પણ જાતે કરેલું સમજાઈ જાય છે,એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી મોરબી તાલુકાની માધાપરવાડી કુમાર અને કન્યા શાળા, કપોરીવાડી, વજેપરવાડી, લખધીરનગર, ઘુનડા(સ) નાની વાવડી કન્યા શાળા,ભરતનગર, ગોર ખોજડિયા,લીલાપર વગેરે શાળાઓના બબે શિક્ષકોને ગુજરાત ગેસ કંપની પૂરસ્કૃત ઝીલ એજ્યુકેશન દ્વારા ટર્નીગ પોઈન્ટ ટ્રેનિંગ પાંચ દિવસ સુધી આપવામાં આવી જેમાં અભ્યાસક્રમમાં આવતા વિવિધ પ્રયોગો મોડેલ શિક્ષકોને બનાવતા શીખવવામાં આવે છે, સમજાવવામાં આવે છે જેથી શિક્ષકો આ તાલીમ વર્ગખંડમાં પોતાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી વિદ્યાર્થીઓ પણ આ મોડેલ બનાવે,વિદ્યાર્થીઓ વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે એ નવી શિક્ષણનીતિની અને સાંપ્રત સમયની જરૂરિયાત અને માંગ છે,ત્યારે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક ડો.સીતારામ અને સંધ્યાબેન બંને તજજ્ઞો વિસ શિક્ષકોને જુદા જુદા 60 સાંઈઠ મોડેલ બનાવતા શીખવ્યા.અને આ મોડેલ્સ બનાવવા માટેનું મટીરીયલ સાધન-સામગ્રીના પાંચ બોક્સ શાળા દીઠ અર્પણ કરવામાં આવ્યા,તાલીમના અંતે પ્રવિણભાઇ અંબારીયા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને પ્રવિણભાઇ ભોરણીયા ટીચર્ચ ટ્રેનિંગ કો.ઓર્ડીનેટર અને આસિ. ડીપીસી-મોરબીએ તાલીમ વર્ગની મુલાકાત લઈ તાલીમાર્થી શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો અને તાલીમનો વર્ગખંડમાં વિનિયોગ કરવાની પણ ટકોર કરી હતી.ત્યારબાદ માધાપરવાડી કન્યા અને કુમાર શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સમક્ષ પ્રશ્નોતરી કરી બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા હતા.