ગઈ તા . ૦૨/૦૧/૨૦૨૩ ના રોજ ૧૫૦ ફુટ રિંગ રોડ રવી ચાપડી ઉંધીયુ નામની દુક્રાન સામે ફરીયાદી મનોજભાઈ બાબુભાઈ રાતડા નાઓ ચા પીવા જતા હતા ત્યારે પાછળથી એક મો.સા.માં બે અજાણ્યા માણસો આવેલ જેમાં મો.સા. ચાલકે કાળા કલરનું જેકેટ ટોપીવાળુ પહેરેલ હોય અને પાછળ બેસેલી વ્યક્તિએ રાખોડી કલરની શાલ ઓઢેલ હોય અને હોન્ડામાં પાછળ બેસેલ વ્યક્તિએ ફરીયાદીને લોખંડના પાઇપ વડે ડાબા હાથમાં માર મારીને ઇજા કરીને નાસી ગયેલ હોવાની હકીકત જાહેર કરતા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં પાર્ટ – એ ગુ.રજી.નં ૦૦૦૮/૨૦૨૩ આઈ.પી.સી ક- ૩૨૫ , ૧૮૮ , ૧૧૪ જી.પી.એકટ -૧૩૫ ( ૧ ) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો . જેની ગંભીરતા ધ્યાને લેતા – જે બનાવ અનુસંધાને પોલીસ કમીશ્નર રાજુ ભાર્ગવ તથા અધિક પોલીસ કમીશ્નર સૌરભ તોલંબીયા તથા નાયબ પો.કી. સુધીરકુમાર સાહેબ ઝોન – ર તથા ઈન્ચાર્જ મદદનીશ પો.કમી . વી.જી.પટેલ દક્ષીણ વિભાગનાઓએ સદરહુ મારામારી કરીને નાસી ગયેલ અજાણ્યા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનવ્યે અમો પો.ઈન્સ . આઈ.એન.સાવલીયા નાઓના સીધા સુચના – માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ.ઈન્સ . એમ.એસ.મહેશ્વરી તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓએ સદરહુ બનાવમાં આરોપીઓએ પોતાના ચહેરા તથા મોટરસાઈકલ નંબર કયાંય પણ ઓળખાય ન જાય તે માટે પુરી સાવચેતી રાખેલ હોય તેમજ બનાવ વહેલી સવારમાં બનેલ હોય તેમજ ફરીયાદીને બનાબ બાબતે તેમજ આરોપીઓ બાબતે પુછપરછ કરતા કંઈપણ જાણતા ન હોય તેમજ પોતાને કે પોતાના પરીવારમાં કોઈને બીજા કોઈ સાથે ઝગડો કે મનદુખ કે તકરાર ચાલતી ન હોય જેથી ફરીયાદીને કયા કારણોસર અને શું કામ મારેલ છે ? તેમજ ભોગબનનાર સામાન્ય પરીવાર માંથી હોય તેમજ બનાવ વખતે તેઓની પાસેથી આરોપીઓએ કોઈ ચીજ- વસ્તુ લુટવાની પડાવી લેવાની કૌશીશ કરેલ ન હોય માત્ર ભોગ બનનારને ઈજા પહોંચાડવાનો જ ઈરાદો હોય જેથી સદરહુ ગુન્હાના આરોપીઓને શોધવા પડકાર જનક હોય સર્વેલન્સ સ્કોડની બે – બે માણસોની અલગ – અલગ ચાર ટીમ બનાવી ફરીયાદી તથા તેના પરીવારની આગળ પાછળની હીસ્ટ્રી તપાસવા માટે તેમજ ફરીયાદીને ઊઠક – બેઠક વાળી જગ્યા તેમજ તેના મિત્રો વિગેરે ની તપાસ તેમજ જે જગ્યાએ બનાવ બન્યો તે જગ્યાના તેમજ ફરીયાદી ઉપર હુમલો કરીને નાસી જનાર બન્ને મોટરસાઈકલ ચાલકોનો આવક – જાવકનો રૂટ શોધવા માટે રાજકોટ શહેરમાં આવેલ આઈ – વે પ્રોજેકટના સી.સી.ટી.વી કેમેરા તેમજ રૂટ આવતા પ્રાઈવેટ દુકાનો , મકાનો , સોસાયટીઓ વિગેરેના લગભગ ૧૬૫ જેટલા સી.સી.ટી.વી કેમેરાઓ ચેક કરી પો.હેડ.કોન્સ અજયભાઇ વિકમા તથા પો.કોન્સ અંકિતભાઇ નિમાવત તથા હરસુખભાઈ સબાડ તથા ક્રુષ્ણદેવસિંહ ઝાલા તથા હિરેનભાઇ સોલંકી નાઓને મળેલ ચોક્ક્સ હકીકત આધારે આરોપીઓને શોધી કાઢવા સફળતા મળેલ છે . ગુન્હો શોધી કાઢવા માટે બનાવેલ ટીમ ( ૧ ) પો.સબ.ઈન્સ . એમ.એસ.મહેશ્વરી તથા પો.હેડ.કોન્સ . મસરીભાઈ ભેટારીયા ફરીયાદીની પુછપરછ તથા તેના વિશે સમગ્ર માહીતી મેળવેલ . ( ૨ ) પો.હેડ.કોન્સ . અજયભાઈ વિકમા તથા પો.કોન્સ . અંકીતભાઈ નિમાવત બનાવવાળી જગ્યાથી આરોપીઓ પરત જવાનો રૂટ ના સી.સી.ટી.વી કેમેરા ચેક કરેલ જેમાં કે.કે.વી હોલ , ઈન્દીરા સર્કલ , રામાપીર ચોકડી . ગાંધીગ્રામ વિસ્તાર ગોવીંદ નગર સોસાયટી ( ૩ ) પો.કોન્સ . હરસુખભાઈ સબાડ તથા ક્રુષ્ણદેવસિંહ ઝાલા બાનવવાળી જગ્યાએ આરોપીઓ આવે છે તેનો આવવાનો રૂટના તમામ સી.સી.ટી.વી કેમેરા ચેક કરેલ છે . ( ૪ ) પો.કોન્સ . હિરેનભાઈ સોલંકી તથા ભાવેશભાઈ ગઢવી ફરીયાદી જે સીકયુરીટી કંપનીમાં નોકરી કરે છે તેમજ અગાઉ અલગ અલગ સીકયુરીટીમાં ફરજ બજાવેલ તે જગ્યા ઉપર જઈ માહીતી મેળવેલ તેમજ શક પડતા સી.સી.ટી.વી. કેમેરામાં દેખાતા વાહનોના નંબરો મેળવી તેના માલીકો તેમજ તેઓની હાજરી બાબતની તપાસ . બનાવનો હેતુ સદરહુ બનાવ બનવાનુ કારણ , ફરીયાદી જે જગ્યા ઉપર હાલમાં સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે તે જગ્યા ઉપર આ કામના આરોપી શંભુભાઈ માધાભાઈ સાપરા ત્યા અગાઉ સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા પરંતુ જે – તે વખતે પગાર બાબતે તેમજ રાત્રીના સમયે પેટ્રોલ પંપ બંધ હોય તેમ છતા પોતે માલીકની જાણ બહાર રાત્રીના સમયે એક – બે લીટર પેટ્રોલ વેચીને આર્થીક ફાયદો મેળવતા જે બાબતની પેટ્રોલ પંપ માલીકને જાણ થતા સીકયુરીટી એજન્સીને જાણ કરતા સીકયુરીટી એજન્સી દ્વારા આરોપી શંભુભાઈ માધાભાઈ સાપરાને નોકરીમાંથી કાઢી મુકેલ હતા . અને તેમની જગ્યાએ ફરીયાદીને નોકરી ઉપર રાખેલ હતા . જે બાબતનુ મનદુખ રાખીને સદરહુ બનાવ બનેલ છે . આરોપીઓના નામ ( ૧ ) શંભુભાઈ માધાભાઈ સાપરા ઉ.વ. ૫૧ રહે- ગાંધીગ્રામ શેરી નં ૦૩ રાજકોટ ( ૨ ) તેજો ઉર્ફે સાગર ધુડાભાઈ શીયાળીયા ઉ.વ. ૨૩ રહે- ગોવીંદનગર શેરી નં ૦૪ , ગાંધીગ્રામ . રાજકોટ