મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની સીમમાં, કૈલાસ નળીયાના કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા પરોહી. જુગારની ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી./જુગારના કેસો શોધી કાઢી ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પોલીસ હેડ કોન્સ્ટેબલને મળેલ બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓએ સર્વેલન્સ સ્ટાફ સાથે આજરોજ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની સીમમાં, કૈલાસ નળીયાના કારખાના પાસે, ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રૂ.૨૫,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી, કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી
(1). પારસ ઉર્ફે સુલતાન ગીરધાભાઇ વાધેલા ઉ.વ.૨૩, રહે રફાળેશ્વર, આંબેડકર હોલની બાજુમાં, તા.જી.મોરબી, (2.) ગોવિંદભાઇ ગોરધનભાઇ સનુરા ઉ.વ.૩૩. રહે. રફાળેશ્વર, તા.જી.મોરબી,(૩). પ્રેમલભાઇ કરશનભાઇ મકવાણા ઉ.વ.૩૬, રહે, જેપુર, તા જી.મોરબી, (4.) નાનજીભાઇ જીવણભાઇ કુંવરીયા ઉ.વ.૪૨, રહે રફાળેશ્વર, કૈલાસ કારખાનામાં, તા.જી.મોરબી.