મોરબી રાજનગર પાસે ન્યુ ચંદ્રેશનગર શેરી નં -૧ માં રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતી ત્રણ મહીલાઓને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ મોરબી રાજનગર પાસે ન્યુ ચંદ્રેશનગર શેરી નં -૧ માં આરોપી વસંતબેન સુભાષભાઈના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી વસંતબેન સુભાષભાઈ ચીખલીયા રહે ન્યુ ચંદ્રેશનગર શેરી નં.૧ રાજનગર પંચાસર રોડ મોરબી, હંસાબેન કાળુભાઈ લાલાભાઈ ગૌસ્વામી રહે વાવડી રોડ રવિપાર્ક મોરબી, હીનાબેન અરવિદભાઈ ઠાકરશીભાઈ વડાવીયા રહે પંચાસર રોડ રાજનગર શેરી નં.૬ મોરબી વાળાને રોકડ રકમ રૂ.૪૦,૨૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.