Saturday, January 11, 2025

પ્રતિબંધીત ચાઇનીઝ દોરા(ફીરકી) વેચાણ કરતા ઇસમને મોરબી સીટી પોલીસે ઝડપી પાડયો

Advertisement

મોરબી: પ્રતિબંધીત ચાઇનીઝ દોરા(ફીરકી) વેચાણ કરતા ઇસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ હાલમા આવતા ઉતરાયણ તહેવાર ઉપર પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના હિસાબે કોઇ વ્યકિતઓને ગંભીર પ્રકારની શારીરિક ઇજાઓ ન થાય તેની તકેદારીના ભાગરૂપે કોઇ ઇસમ આવી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા ઇસમોને પકડી પાડવા સુચના આપેલ હોય જેથી આજરોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફએ મોરબી શનાળા ગામ લાઈન્સનગર પાસે આવેલ ખોજા સોસાયટી નજીકથી પેટ્રોલીંગ દરમ્યાન કરણભાઈ બાબુભાઈ પનસારા રહે શનાળા લાઈન્સનગર ખોજા સોસાયટી મોરબી વાળા ઇસમને પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી (દોરા) નંગ-૫૦ કિ.રૂ.૧૦,૦૦૦/- ગણી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW