Saturday, January 25, 2025

વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ઇસમો વિરુધ્ધ મનીલેન્ડર્સ એકટ મુજબ ગુન્હો નોંધી આઠ ઇસમોને મોરબી સીટી પોલીસે ઝડપી પાડયા

Advertisement

મોરબી: વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ઇસમો વિરુધ્ધ મનીલેન્ડર્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરી અલગ અલગ ત્રણ ગુનહામા આઠ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર વિસ્તારમા વગર લાયસન્સે ઉચ્ચા વ્યાજે નાણાધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરતો ઇસમો ઉપર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જેથી ગઇકાલ તા.૫/૧/૨૦૨૩ ના રોજ અલગ અલગ ફરીયાદી જેમા (૧)પ્રદીપભાઇ કેશવજીભાઇ પરમાર ઉ.વ.૨૭ ધંધો.લેથકામ રહે.મોરબી પંચાસર રોડ ધર્મસીધ્ધીસોસાયટી વાળાને ઉચા વ્યાજે રૂપીયા ધીરધાર કરી ચેકો પડાવી લઇ નીચે જણાવેલ ચાર ઇસમો પઠાણી ઉઘરાણી કરતા હોય તેમજ બીજા ફરીયાદી મણીબેન ચંદુભાઇ લધારામભાઇ લાલવાણી ઉ.વ.૭૨ રહે.મોરબી કામધુનપાર્ટી પ્લોટ પાસે કંડલા બાયપાસ અંજલી એપાર્ટમેન્ટ લેટર્ન,૪૦૪ વાળાને તથા તેમના દિકરા ભાવેશભાઇ ચંદુભાઇ લાલવાણી પાસેથી ત્રણ ઇસમો ઉચા વ્યાજે નાણા આપી પઠાણી ઉઘારાણી કરતા હોય તેમજ ત્રીજા ફરીયાદી મહાવીરભાઇ નરેન્દ્રકુમાર વૈષ્ણવ રહે. મોરબી પંચાસરરોડ રાજનગર સોસાયટી વાળા પાસથી ઇસમએ ઉચા વ્યાજે રૂપીયા આપી ચેકો તેમજ નોટરી લખાણ કરાવી વ્યાજના રૂપીયાની પઠાણી ઉઘારાણી કરતા હોય જેથી આરોપીઓ વિરૂધ્ધ ગુન્હા રજીસ્ટર કરી ગણતરીના કલાકમાં આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી (૧) શક્તિસિંહ દિલીપસિંહ ઝાલા રહે.પંચાસર ગામ તા.જી.મોરબી (૨) ભાવેશભાઇ હરેશભાઇ ચાવડા રહે.શકત શનાળા તાતની વાડી મોરબી (૩) દર્શનભાઇ જેઠાભાઇ પરમાર રહે.ગોકુલનગર શેરી નં.૪ શનાળા મોરબી (૪) મયુરભાઈ નરસંગભાઈ વીરડા રહે. સોનગઢ તા.માળીયા જી મોરબી
પકડાયેલ આરોપી (૧)મહેશભાઇ ચેતનદાસ અમલાણી રહે.મોરબી શકિતપ્લોટ શેરીનં શ્રધ્ધા એપાર્ટમેન્ટ બ્લોકનં.૩૦૨ (૨)સલીમભાઇ દિનમહંમદભાઇ બગથરીયા રહે.મોરબી કાયાજીપ્લોટ આયુશ ૨/૬, (૩)કમલેશભાઇ વસંતભાઇ પોપટ રહે. મોરબી કંડલા બાયપાસ અંજલી એપાર્ટમેન્ટ.
પકડાયેલ આરોપી જયરાજભાઇ જીવણભાઇ સવસેટા રહે.દેવગઢ તા.માળીયા(મી).

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW