મોરબી તાલુકા ના ભરતનગર નજીકથી વિદેશી દારૂની 24 બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગમા હોય તે દરમિયાન ભરતનગર ગામની સીમમાં ભારત પેટ્રોલપંપ નજીકથી મોરબીની પ્રભુકૃપા ટાઉનશીપમાં સતનામ ટાવરમા રહેતા મિતુલ નવનીતભાઈ પટેલ નામના યુવકને વિદેશી દારૂની બોટલ નંગ-૨૪ કિં. રૂ. 20,400ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.