એક દેશી પિસ્તોલ તેમજ જીવતા કાર્ટીસ નંગ -૧ સાથે પકડી પાડતી એસ.ઓ.જી. મોરબી
મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ કાયદો અને વ્યવસ્થા અન્વયે ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢી કાર્યવાહી કરવા સુચના કરતા જે અન્વયે એમ.પી.પંડ્યા , પોલીસ ઇન્સ્પેકટર ,એસ.ઓ.જી.ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ કોન્સ . આશીફભાઇ રહીમભાઇ રાઉમાને બાતમી મળેલ કે , એક ઇસમ શરીરે રેકઝીનનુ કેશરી કલરનુ જાકીટ અને નીચે આછા વાદળી કલરનુ જીન્સનુ પેન્ટ પહેરેલ ઇસમ તેનુ નામ અહેમદભાઇ જુશબભાઇ કટીયા રહે . મોરબી વાળો હાલમા મોરબી વીસીપર મેઇન રોડ ગર્લ્સ હાઇસ્કુલ પાસે રોડ ઉપર આંટાફેરા કરી રહ્યો છે . તેની પાસે એક દેશી હાથ બનાવટની પીસ્તોલ છે . જે બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ વોચમાં રહી કોર્ડન કરી નીચે જણાવેલ નામ સરનામા વાળો ઇસમ પીસ્તોલ તથા જીવતા કાર્ટીઝ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી મોરબી સીટી બી ડીવી . પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી
પકડાયેલ આરોપીનુ નામ , સરનામું : અહેમદભાઇ જુશાબભાઇ કટીયા જાતે મીયાણા ઉવ .૩૫ ધંધો સેન્ટીંગ કામ રહે.મોરબી અયોધ્યાપુરી રોડ , મચ્છુ માંતાની જગ્યાની સામે , જુની પાણીની ટાંકી વાળી શેરીમાં તા.જી.મોરબી
પકડાયેલ મુદ્દામાલ : ( ૧ ) ગે.કા.દેશી બનાવટની પીસ્તોલ નંગ -૧ કિ.રૂપીયા ૧૦,૦૦૦ / ( ૨ ) જીવતા કાર્ટીઝ નંગ -૧ કિ.રૂપીયા ૧૦૦ / – મળી કુલ કિ.રૂપીયા ૧૦,૧૦૦ / – ના મુદ્દામાલ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ : એમ.પી.પંડ્યા , ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર , એસ.ઓ.જી. તથા પો.સબ ઇન્સ . કે.આર.કેસરીયા તથા એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા , પોલીસ હેડ કોન્સ . રસીકકુમાર કડીવાર, સબળસિંહ સોલંકી મુકેશભાઇ જોગરાજીયા, મહાવિરસિંહ પરમાર, જુવાનસિંહ રાણા, શેખાભાઇ મોરી, પોલીસ કોન્સ્ટેબલ સતિષભાઇ ગરચર, આશીફભાઇ રાઉમા, ભાવેશભાઇ મીયાત્રા, કમલેશભાઇ ખાંભલીયા, અંકુરભાઇ ચાચુ, અશ્વિનભાઇ લોખિલ વગેરે જોડાયેલ હતા .