મોરબી તાલુકાના પીપળી ગામે શ્રીરામ પેપર ઈન્ડસ્ટ્રીઝના કારખાનામાંથી અજાણ્યા ચોર ઈસમ રૂ.૯,૨૫,૦૦૦ ના મતામાલની ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ જીતેન્દ્ર કુમાર અરજણભાઇ ભેસદડીયા (ઉ.વ.૪૦) રહે. રવાપર રોડ નીતિન પાર્ક મોરબી -૧ વાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૭-૦૧-૨૦૨૩ થી ૦૮-૦૧-૨૦૨૩ દરમ્યાન ફરીયાદી શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝ કારખાનામા રાત્રી દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમો પ્રવેશ કરીને કારખાનામા રહેલ ગજાનંદ એન્જીનીયર વર્કનુ સ્લીટીંગ મશીન નંગ-૦૧ આશરે કિ.રૂ.- ૮,૦૦,૦૦૦/-(આઠ લાખ) તથા મશીનને કન્ટ્રોલ કરવાની એસી ડ્રાઇવ નંગ-૦૧ આશરે કિ.રૂ.-૨૫૦૦૦/- (પચીસ હજાર) તથા મશીનને લગાડવાની ડાઇ આશરે નંગ-૦૫ આશરે કિ.રૂ.-૧,૦૦,૦૦૦/- (એક લાખ) મળી કુલ-૯,૨૫,૦૦૦/-ના મુદામાલની ચોરી કરીને લઇ ગયા હોવાની ભોગ બનનાર જીતેન્દ્ર કુમારે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૮૦,૪૫૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.