Monday, May 19, 2025

વાંકાનેર : ઈંગ્લીશ દારૂ અને બિયરના ટીન સાથે એક શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના ગાયત્રીનગરમા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ અને બીયર ટીનના જથ્થા સાથે એક ઈસમને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો છે. બે શખ્સો નાશી છુટતા તેની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ અધિક્ષક દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દુર કરવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ કામગીરી માટે પ્રત્યનશીલ હોય તે દરમ્યાન પોલીસને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, વાંકાનેર ગાયત્રીનગરમાં રહેતા હાર્દિકસિંહ ધનશ્યામસિંહ જાડેજા નાઓ એ તેઓના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમા ગેર કાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઈગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે અને સદર જગ્યાએ પ્રોહી અંગે રેઈડ કરતા અલગ-અલગ બ્રાંડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૫૯ તથા બીયર ટીન નંગ-૧૦૪ કુલ નંગ-૨૬૪ મુદ્દામાલ કી.રૂ. ૭૪૬૨૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહી ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી હાર્દિકસિંહ ઘનશ્યામસિંહ જાડેજા ઉવ.૨૭ રહે.વાંકાનેર ગાયત્રીનગર તા.વાંકાનેર જી.મોરબી
પકડવા પર બાકી આરોપી (૧) મહાવિરસિંહ નટુભા જાડેજા રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી (૨) અન્ય એક ઈસમ

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW