મોરબીની ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની અન્ડર-14 ટીમની જામનગર રૂલરની ક્રિકેટ ટીમ સામે 9 વિકેટથી ભવ્ય જીત થઈ છે. આ તકે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતીયાએ સર્વે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ મેચ અંગેની વિગતે વાત કરીએ તો ટોસ જીતીને જામનગર રૂલરની ટીમ માત્ર 86 રનમાં ઓલ આઉટ થઈ હતી. જ્યારે મોરબી તરફથી દેવ દેથરીયા 6 વિકેટ ઝડપી હતીર, જેનીશ અંબાણીએ બે વિકેટ અને મોરબી ડિસ્ટ્રીકના કેપ્ટન રાધે ભીમાણીએ એક વિકેટ સાથે 49 રન બનાવ્યા હતા અને નોટ આઉટ રહ્યા હતા.
મોરબી ડિસ્ટ્રિક્ટની ટીમની જીત તેના ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સને કારણે થઈ છે. આ મેચમાં મોરબીની ટીમે માત્ર એક વિકેટ ગુમાવીને 16 ઓવરમાં જ 87 રન ચેઝ કરીને ટીમને વિજેતા બનાવી હતી. જેમાં રાધે ભીમાણીએ 49 રન કરીને નોટ આઉટ રહ્યા હતા જ્યારે ધ્યેય ગઢીયાએ 20 રન કર્યા હતા અને ટીમને વિજેતા બનાવી હતી.
ધારાસભ્ય કાંતિભાઈ અમુતિયાએ તમામ ખેલાડીઓ તેમજ હેડ કોચ નિશાંત જાનીને અભિનંદન પાઠવ્યા હતા