મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી એ સુચના કરેલ હોય જેથી મોરબી ક્રાઇમ ઇન્ચાર્જ બ્રાન્ચના પો.ઇન્સ. કે.જે.ચૌહાણ એ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે જરૂરી સુચના માર્ગદર્શન આપતા એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ . એલ.સી.બી. પેરોલ ફર્લોસ્કોડ , મોરબી સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતા .તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ કોન્સ . જયવંતસિંહ ગોહીલ , પૃથ્વીરાજસિંહ જાડેજા , દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે , વાંકાનેર તાલુકા પો.સ્ટે . સી પાર્ટ ગુ.ર.નં .૦૦૪૯ / ૨૦૨૧ પ્રોહી કલમ -૬૫ એઇ , ૧૧૬ બી , ૮૧,૮૩,૯૮ ( ૨ ) મુજબના ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ગુનામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ ટ્રક મોકલનાર નાસતો ફરતો આરોપી મુકેશ સ / ઓ સોહનલાલ જયાની / જાટ રહે . મલસીસર તા.ભાદરા જી.હનુમાનગઢ ( રાજસ્થાન ) વાળો રાજસ્થાન રતનપુર બોર્ડર થઇ નડીયાદ – વડોદરા એક્ષપ્રેસ – વે તરફ ટ્રક લઇ આવતો હોવાની હકિકત મળતા પો.હેડ કોન્સ . પૃથ્વીરાજસિંહ જાડેજા સાથે પોલીસ ટીમ બનાવી નડીયાદ – વડોદરા એક્ષપ્રેસ – વે ખાતે ઉપરોકત આરોપીની વોચ તપાસ કરતા આરોપી મુકેશ સઓ સોહનલાલ ચુનીરામજી જયાની / જાટ ઉ.વ. ૨૬ રહે . મલસીસર તા.ભાદરા જી.હનુમાનગઢ ( રાજસ્થાન ) વાળો મળી આવેલ પરંતુ આરોપીને અટક કરવા પહેલા કોવીડ -૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવવી જરૂરી હોય જેથી આરોપીને ઉપરોકત ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ધરેલ છે .
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી કે.જે.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.એચ.ચુડાસમા , એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીનો સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતો