માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુન્હામા પકડાયેલ વિદેશી દારૂ કી. રૂપીયા, ૧,૫૯,૭૮,પ૯૮ ના મુદામાલનો માળીયા મીયાણા પોલીસે નાશ કર્યો.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ માળીયા મીયાણ પોલીસ સ્ટેશન વિસ્તારમા મે-૨૦૨૧ થી ઓકટોબર-૨૦૨૨ સુધીના અલગ અલગ ગુન્હામા પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા આજ રોજ માળીયા મી પોસ્ટે વિસ્તારના જખરીયા પીર જવાના રસ્તે આવેલ પડતર ખરાબા વાળી જમીન જખરીયા પાટી ખાતે માળીયા મી પોસ્ટેના કુલ ગુન્હા-૪૦ નો વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-૫૦૮૪૭ કી.રૂપીયા, ૧,૫૯,૭૮,૫૨૯/- ની કીમતનો વિદેશી દારૂ સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ એચ.કે.આચાર્ય તથા નાયબ પોલીસ અધીક્ષક પી.એ.ઝાલા તથા નશાબંધી અને આબકારી વિભાગ સબ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌહાણ તથા સી.પી.આઇ. મોરબી એન.એ.વસાવા તથા પો.સ.ઇન્સ એમ.પી.સોનારા નાઓની રૂબરૂ નાસ કરવામા આવેલ છે